Getting your Trinity Audio player ready...

એક નાનકડું એનિમલ ફાર્મ હતું, તે ફાર્મમાં એક તંદુરસ્ત ગાય એક ઘોડો, એક ઘેટું, એક ફૂતરો અને એક ડક પણ હતું. અને હા, ફાર્મ ના દરવાજા પાસે એક ઝાડ હતું એના પર એક નાની ચાલાક મઘમાખી રહેતી હતી.

આ ફાર્મ માં રહેતી ગાય ને તંદુરસ્ત ગાય નો એવોર્ડ મળેલો હતો, તે ખૂબ જ સુંદર અને હેલ્થી હતી અને ખૂબ જ સારું દૂધ પણ આપતી હતી. ફાર્મ નો માલિક તેના બધા જ પ્રાણી ને ખૂબ જ પ્રેમ કરતો હતો.

એક દિવસ એ ચોર ની નજર આ સુંદર ગાય પર પડી અને એમને રાત્રે આ ગાયને પકડી જવાનો પ્લાન બનાવ્યો, ફાર્મ ના દરવાજા પાસે ઉભા રહીને બંને ગાય ને કેવી રીતે પકડવી એ નક્કી કરતા હતા, અને નાની હોશિયાર મઘમાખી આ બધું જ સાંભળી ગઈ.

મધમાખી એ જલ્દીથી અંદર ફાર્મ માં જઈને બધા પ્રાણીઓ ને ચોર વિશે જણાવ્યુ ને બધા ને સાવચેત કર્યા, પછી બધા એ ભેગા મળીને સરસ પ્લાન બનાવ્યો.

ચોર તેઓના પ્લાન પ્રમાણે રાતના અંધારામાં અંદર આવે છે, અને ચાલતા અંદર જાય છે. અંધારાના લીધે તેઓ કંઈ જોઈ શકતા ન હતા, પરંતુ બધા પ્રાણીઓ ના અવાજ સાંભળી એ આધાર પર આગળ ચાલતા હતા. હોશિયાર મઘમાખી ના પ્લાન મુજબ બધા પ્રાણી અલગ અવાજ કાઢીને ચોર ને ફસવવાં માંગતા હતા.

સૌથી પેહલા ઘોડા પાસે જાય છે તો ઘોડો કૂતરા નો અવાજ કાઢે છે, ચોર આગળ ઘેંટા પાસે જાય છે તો ઘેટું ઘોડા નો અવાજ કાઢે છે, આગળ કૂતરા પાસે જાય છે તો કૂતરો ડક નો અવાજ કાઢે છે, આગળ ડક પોન્ડ પાસે જાય છે તો ડક ગાય નો અવાજ કાઢે છે.

ગાયનો આવાજ સાંભળીને ચોર આગળ વધે છે કે તરત જ ડક પોંડ માં પડી જાય છે, અને અવાજ થી તરત જ ફર્મ ના માલિક જાગી જાય છે અને પોલીસ ને બોલાવી ચોરને પકડવી દે છે. બધા જ પ્રાણીની આ ચાલાકી માટે માલિક એમને ખુબ જ શાબાશી આપે છે.